Tuesday, Nov 4, 2025

રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, સુરત સહિત આ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી

3 Min Read

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેથી આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવાામાં આવી છે.

News18 Gujarati

રાજ્યમાં પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા વરસી શકે છે. તો અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હળવાની આગાહી છે. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉ કોર્ટે કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો. મહારાજ ફિલ્મની રિલીઝ પર કોર્ટે હંગામી રોક વધારી છે. આજે વધુ સુનાવણી હાથ ધરાશે. આજે ફરિયાદ પક્ષ તરફથી દલીલો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની એક દિવસીય વિકાસ યાત્રા પર રહેશે. ગયામાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવનિર્મિત કેમ્પસનું કરશે ઉદઘાટન.

સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ભારી ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. નવસારી અને ડાંગ જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

ભાવનગર શહેર સહિત જિલ્લાનાં તાલુકામાં ધીમીધારે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સીદસર ગામ આસપાસનાં વિસ્તારમાં ધીમીધારે વરસાદની શરૂઆત તો શહેરનાં કાલિયાબીડ, વાઘાવાડી, હિલપાર્ક સ્વસ્તીક પાર્ક સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article