ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન હેકિંગનો મુદ્દો ભારતમાં જુનો છે. વિપક્ષો અવારનવાર ઈવીએમ હેકિંગના આરોપ લગાવી રહ્યાં છે. વિપક્ષના આ આરોપના સૂરમાં સૂર પુરાવતાં દુનિયાના નંબર વન અમીર અમેરિકાના એલન મસ્કને પણ આ વાત સાચી લાગી છે. એક્સ પર પોસ્ટ કરતાં મસ્કે કહ્યું હતું કે ઈવીએમ હેક થઈ શકે છે અને તેને ખતમ કરી દેવું જોઈએ. મસ્કે એવું પણ કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન મનુષ્યો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે. તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હટાવવાની માંગ કરી હતી. અમેરિકી પ્રમુખના સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફની ઈવીએમ શંકા પર મસ્કે આવો દાવો કર્યો હતો.
ભારતમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. જોકે, દુનિયાના સૌથી શક્તિશાળી લોકતંત્ર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ચાલી રહી છે. આવા સમયે અમેરિકન પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડીની ટ્વીટને શૅર કરતાં ઈલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ ખતમ કરી દેવો જોઈએ. માણસ અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઈવીએમના હેક થવાનું જોખમ છે, તે ભલે ઓછું હોય, પરંતુ છે ખરું.
ઈવીએમની અંદર એક માઈક્રોપ્રોસેસર છે અને તેને માત્ર એક જ વાર પ્રોગ્રામ કરી શકાય છે. એટલે કે એકવાર પ્રોગ્રામ લખાઈ ગયા પછી, તેને બદલી શકાતો નથી. તેમાં અન્ય કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકાતું નથી. ઈવીએમનો ઉપયોગ કરવા માટે વીજળીની જરૂર નથી. EVM માં આલ્કલાઇન પાવર પેક બેટરી હોય છે, જે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે.
આ પણ વાંચો :-