ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. બંને તરફથી ગોળીબાર થયા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, ૨ આતંકીઓ જંગલમાં છુપાયેલા છે. ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાના જવાનો આતંકવાદીઓને શોધવા માટે જંગલને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
જાણકારી અનુસાર મોડી રાત્રે અરાગામ વિસ્તારમાં ૧૩ રાષ્ટ્રીય રાઈફલ્સના એક ગ્રુપે શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને તેના બાદ ગોળીબારી શરૂ કરી દીધી. વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. આતંકીઓની વચ્ચે અથડામણની ઘટના જંગલના વિસ્તારમાં થઈ છે. વેલીમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકી ગતિવિધિઓ ખૂબ વધી રહી છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓએ તીર્થયાત્રીઓથી ભરેલી બસમાં હુમલો કરી દીધો હતો.
ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ડોડા જિલ્લામાં પણ અનેક હુમલા કર્યા હતા. આ આતંકી ઘટનાઓ બાદ સુરક્ષા દળોની ટીમ સંપૂર્ણ રીતે એલર્ટ છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને સેના પ્રમુખો સાથે બેઠક કરી હતી. કેટલાક કલાકો સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઘાટીમાં આતંકવાદીઓને ખતમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-