NEET પ્રવેશ પરીક્ષા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ૫ મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ફરીથી પરીક્ષા લેવા માટે પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
કાર્તિકે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને વહેલી સુનાવણીની વિનંતી કરી છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે NTA પાસેથી આ મુદ્દે જવાબ માંગ્યો હતો. આ સમગ્ર વિવાદ પર દિલ્હી હાઈકોર્ટમાં ૧૨ જૂને સુનાવણી થવાની છે. જરીપત કાર્તિક ઉપરાંત આંધ્રપ્રદેશના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને અન્ય લોકોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ૫ મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરીને નવેસરથી આયોજિત કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં આ સમગ્ર મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે.
વધતા વિવાદને જોતા NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેરાત કરી છે કે શિક્ષણ મંત્રાલયે ચાર સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલ NTAના નિર્ણયોની ટીકાને નવેસરથી તપાસશે. NTAએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. NTAનું કહેવું છે કે તેણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં ઓછા સમયના બદલામાં ગ્રેસ માર્કસ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય NTA એ કેટલાક કારણો પણ ગણાવ્યા છે.