Sunday, Sep 14, 2025

PMના શપથ ગ્રહણ સમારોહમાં આવશે અનેક દિગ્ગજો, જાણો મહેમાનોની યાદી

2 Min Read

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયેલ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ૭૦૦૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સાંજે ૭.૧૫ કલાકે શપથ લેશે. આ દરમિયાન હવે મોદીના શપથ ગ્રહણ માટેના આમંત્રણની તસવીર સામે આવી છે. નોંધનિય છે કે, નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

Narendra Modi

પીએમ મોદીના શપથ ગ્રહણ માટે દિલ્હીમાં ત્રીસ્તરીય સિક્યોરિટી રહેશે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ‘હાઈ એલર્ટ’ પર રહેશે. સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલાવનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપ્યું છે. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

આ પણ વાંચો :-

Share This Article