Sunday, Sep 14, 2025

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર નક્સલી હુમલો

2 Min Read

છત્તીસગઢના નારાયણપુરમાં આજે શુક્રવારે નક્સલીઓએ સુરક્ષા દળોના કેમ્પને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. નક્સલીઓએ નારાયણપુરના ઈરકભટ્ટી કેમ્પ પર દેશી બનાવટના બોંબ અને રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા દળો ખૂબ જ સતર્ક રહ્યા હતા અને નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. નક્સલી હુમલામાં સુરક્ષા દળોને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. તમામ સૈનિકો સુરક્ષિત છે. પરંતુ સતર્ક જવાનોએ નક્સલવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી.

Naxalites attackઆ ઘટના કોહકમેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોના જવાનોએ અહીં એક કેમ્પ બનાવ્યો હતો. આ દરમિયાન નક્સલવાદીઓએ તેમના કેમ્પ પર હુમલો કર્યો છે. જે બાદ જવાનોએ પણ હિંમત દાખવીને જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોને હતપ્રભ થતા જોઈને નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ તમામ પોલીસ સ્ટેશન કેમ્પને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય એક ઘટનામાં, સુરક્ષા દળોએ ફરસેગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કુપરેલ અને માંડેમ ગામો નજીકથી પાંચ નક્સલીઓની ધરપકડ કરી હતી, જેઓ ૧૫ મેના રોજ ફરસેગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના વાહનને લેન્ડમાઈન વડે બ્લાસ્ટ કરવાની ઘટનામાં સામેલ હતા. વિસ્ફોટમાં વાહનને નુકસાન થયું હતું અને સ્ટેશન ઈન્ચાર્જનો આબાદ બચાવ થયો હતો. તેમણે કહ્યું કે પકડાયેલા માઓવાદીઓ વિસ્તારમાં લેન્ડમાઈન લગાવતા, વસૂલાત કરતા, રસ્તાઓ કાપતા અને બેનરો લગાવતા. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો :-

Share This Article