રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય MPC બેઠકમાં રેપો રેટ ૬.૫% યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાતની જાણકારી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આપી છે. આરબીઆઈ દ્વારા સતત આઠમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટ વધારવામાં આવ્યો હતો.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી હતી. RBIની MPCએ ૪:૨ બહુમતી સાથે વર્તમાન રેપો રેટને ૬.૫% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. દર નિર્ધારણ પેનલે ‘સગવડતા પાછી લેવાના’ વલણને પણ જાળવી રાખવાનું નક્કી કર્યું. રેપો રેટ એ વ્યાજ દર છે કે, જેના પર RBI વ્યાપારી બેંકોને ભંડોળની અછત હોય ત્યારે લોન આપે છે. તે ફુગાવાના દબાણને નિયંત્રિત કરવા માટે નાણાકીય સત્તાવાળાઓ માટે એક સાધન તરીકે કામ કરે છે.
MPCના નિર્ણયની જાહેરાત કરતા, RBI ગવર્નરે કહ્યું કે વાસ્તવિક GDP વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૫ માં ૭.૨% રહેવાનો અંદાજ છે. જે અગાઉના અંદાજ ૭% કરતા વધુ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં સ્થિર ખર્ચ સાથે ખાનગી વપરાશમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે રોકાણ પ્રવૃત્તિઓની ગતિ ચાલુ છે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, RBI ફાઇનાન્સ માર્કેટ અને તેના દ્વારા નિયંત્રિત સંસ્થાઓના તમામ વિભાગોમાં સ્થિરતા અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આરબીઆઈના નવેમ્બરના પગલાં પછી અસુરક્ષિત રિટેલ લોનમાં થોડો ઘટાડો થયો છે. ગ્રાહક સુરક્ષા આરબીઆઈની પ્રાથમિકતાઓમાં ટોચ પર છે.સંપત્તિ અને જવાબદારીઓ વચ્ચે સમજદાર સંતુલન જાળવવું જોઈએ. શક્તિકાંત દાસે પણ પુનરોચ્ચાર કર્યો કે, ફેડ મહત્વ ધરાવે છે પરંતુ આરબીઆઈની કાર્યવાહી મુખ્યત્વે પરિસ્થિતિ અને સ્થાનિક વૃદ્ધિ અને ફુગાવાના એકંદર દૃષ્ટિકોણ પર આધારિત છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી એવા લોકો નિરાશ થયા છે જેઓ વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા રાખતા હતા. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે લોકોના EMI બોજમાં કોઈ ફેરફાર થશે નહીં. બીજી તરફ, આ જાહેરાત એવા રોકાણકારો માટે સારા સમાચાર છે કે જેઓ FDમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. ઉચ્ચ રેપો રેટ ચાલુ રાખવાનો અર્થ છે કે FD પર વધુ વ્યાજનો લાભ મળતો રહેશે.
આ પણ વાંચો :-