Friday, Oct 24, 2025

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મુર્મૂને આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સ્વીકાર્યું

2 Min Read

બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની આજે બુધવારેના રોજ બેઠક બાદ વડાપ્રધાનનરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન પીએમ મોદી સરકારની રચના માટે સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિ મુર્મુને સોંપી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે NDA સાંસદોની બેઠક શુક્રવારે બપોરે ૨.૩૦ વાગ્યે સંસદભવનમાં યોજાશે. આ બેઠકમાં એનડીએ શાસિત રાજ્યોના વિવિધ પક્ષોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને પ્રમુખો હાજર રહેશે. બીજા દિવસે એટલે કે ૮ જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમ સાંજે ૭ થી ૮ વાગ્યાની વચ્ચે થઈ શકે છે.

Imageરાષ્ટ્રપતિએ તેમના સોશિયલ મીડિયાના સત્તાવાર એક્સ (ટવિટર)ના હેન્ડલ પરથી લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિભવનની મુલાકાત લીધી અને પ્રધાનમંડળ સાથે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનમંડળને નવી સરકાર બનાવવામાં આવે ત્યાં સુધી કાર્યભાર સંભાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળ ૨૯૪ સીટ સાથે બહુમતી મળી છે, ત્યારે એનડીએ ગઠબંધન સરકાર બનાવવાની સંભાવના છે. ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાની તક ગુમાવી છે, જ્યારે હવે એ શક્ય નથી કે એકલા કોઈ પણ નિર્ણય લઈ શકે, તેથી સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. હવે સાતમી જૂનના આવતીકાલે એનડીએ તમામ સાંસદોની બેઠક બોલાવી છે.

Share This Article