લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કે, એક્ઝિટ પોલ બહાર આવ્યા બાદ આ સંભાવના પહેલેથી જ અનુમાન કરવામાં આવી રહી હતી. શેરબજારમાં સેન્સેક્સ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેક્સમાં ૨૬૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. ઘણા શેર ૧૦ ટકાથી વધુ વધ્યા છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે. આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ ૭૬૫૮૩.૨૯ પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ ૮૦૦ પોઈન્ટનો ઉછાળો દર્શાવતા ૨૩૩૩૮.૭૦ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો.
શેરબજારમાં આક્રમક તેજી વચ્ચે રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. રોકાણકારોની મૂડી રૂ. ૧૨.૭૨ લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. ૪૨૫.૦૯ લાખ કરોડ થઈ છે. આજે ૩૦૭ શેરોમાં અપર સર્કિટ અને ૨૪૧ શેરો વર્ષની ટોચે પહોંચી છે. નિફ્ટી VIX આજે ૧૯૭૧ ટકા ઘટ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રી-ઓપનિંગમાં પણ માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તેના પરથી સ્પષ્ટ થયું કે બજાર આજે ઊંચા સ્તરે ટ્રેડ કરશે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :-