લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમાં તબક્કામાં ૧ જૂનના રોજ ૮ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. આ રાજ્યોમાંથી કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે. સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની નવ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ ૪ જૂને જાહેર થશે.

હિમાચલ પ્રદેશ. હમીરપુર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુરના પિતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલે કહ્યું કે, આ લોકશાહીનું પર્વ ર છે. હું દરેકને મતદાન કરવા અપીલ કરું છું. નિશ્ચિત રીતે ભાજપ હિમાચલમાં લોકસભાની ૪માંથી ૪ બેઠકો જીતીને જંગી બહુમતીથી જીતવા જઈ રહી છે. વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ભાજપ ૬માંથી ૬ બેઠકો જીતવા જઈ રહ્યું છે.
| રાજ્ય | ટકા મતદાન | 
| બિહાર | ૨૪.૨૫% | 
| ચંદીગઢ | ૨૫.૦૩% | 
| હિમાચલ | ૩૧.૯૨% | 
| ઝારખંડ | ૨૯.૫૫% | 
| ઓડિશા | ૨૨.૪૬% | 
| પંજાબ | ૨૩.૯૧% | 
| ઉત્તર પ્રદેશ | ૨૮.૦૨% | 
| પશ્ચિમ બંગાળ | ૨૮.૧૦% | 
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યા પછી કહ્યું, ‘મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ ૪ બેઠકો મળશે… હિમાચલ પ્રદેશની ૪ બેઠકો ૪૦૦ને પાર કરવામાં મદદ કરશે.