Saturday, Sep 13, 2025

બિહારમાં પ્રચંડ ગરમીના કારણે બેગૂસરાયમાં ૪૮ વિદ્યાર્થિનીઓ થઇ બેભાન

2 Min Read

દેશભરમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ યથાવત છે. મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ રેકોર્ડ થઈ રહ્યું છે. દિલ્હીમાં ૫૦ ડિગ્રીની નજીક (૪૯.૯ ડિગ્રી) પહોંચેલા મહત્તમ તાપમાને છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની લપેટમાં છે. અનેક રાજ્યોની સ્કૂલોમાં ગરમીની રજા છે પરંતુ બિહારમાં હજુ પણ સ્કૂલો ચાલું છે. આજે બિહારના બેગૂસરાય અને શેખપુરામાં ૪૮ વિદ્યાર્થિનીઓ બેહોશ થઈને ક્લાસરૂમમાં ઢળી પડી હતી.

વિદ્યાર્થિનીઓ બેભાન-HDNEWSવિદ્યાર્થિનીઓ બેહોશ થઈ જવાથી શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓ પણ સ્કૂલમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મિડલ સ્કૂલ મટીહાનીમાં અચાનક ૧૦ વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી. આ પછી, શાળાના આચાર્ય ચંદ્રકાંત સિંહ દ્વારા સૌપ્રથમ ઓઆરએસ પિવડાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એ પછી પણ વિદ્યાર્થીનીઓ બેહોશ થવાની પ્રક્રિયા ચાલુ રહેતાં તમામને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હાલ ૧૪ વિદ્યાર્થીનીઓ મટિહાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહે જણાવ્યું કે, ખૂબ જ ગરમી છે, શાળામાં પંખા છે અને વીજળી તેમજ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેહોશ થવા લાગી છે. શાળામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમની હાલત વધુ બગડતાં તમામ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Share This Article