મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના ૮ લોકોની કુહાડી વડે હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઘરના વડાએ પરિવારના ૮ સભ્યોની હત્યા કરી હતી, જેમા એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આરોપીએ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ
હત્યાકાંડ અંગે છિંદવાડાના SP મનીષ ખત્રીએ કહ્યું કે, હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. ગઈકાલે મંગળવારે રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત પરિવારના ૮ લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી ૧૦૦ મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે.
આ હ્રદયદ્રાવક ઘટના માહુલઝીર પોલીસ સ્ટેશન હેઠળના બોદલ કચર ગામમાં બની હતી. આ ઘટના એક આદિવાસી પરિવારમાં બની છે. આ ઘટના રાત્રે ૩ વાગ્યાની આસપાસ ઘટી હતી. હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે. આખા ગામને સીલ કરી દેવામાં આવ્યું છે. ઘટના અંગે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.
ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છે. હત્યા કરનાર યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા છે. તે અતરંગી પ્રકારનો હતો. જો કે હજુ સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આટલો મોટો ગુનો કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેથી હવે પોલીસ આ મામલે તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :-