Thursday, Oct 23, 2025

સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી ફગાવી

2 Min Read

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો હતો. તેમણે પોતાના માટે પણ આવી જ રાહતની વિનંતી કરી હતી. સોરેન સામેની તપાસ રાંચીમાં૮.૮૬ એકર જમીનને લગતી છે જે તેણે ગેરકાયદેસર રીતે હસ્તગત કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ મંગળવારે પણ તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે કેસની વધુ સુનાવણી માટે બુધવારની તારીખ નક્કી કરી હતી.

Hemant Soren Withdraws Bail Petition After Supreme Court Rap

હેમંત સોરેન તરફથી હાજર રહેલા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, ‘આ મારી અંગત ભૂલ છે, મારા ક્લાઈન્ટની નથી. તેઓ જેલમાં છે અને હું વકીલ છું જે તેમના માટે કામ કરી રહ્યો છું. મારો હેતુ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો નથી એમ કહી સિબ્બલે એવો પણ દાવો કર્યો કે મેં આવું ક્યારેય કર્યું નથી.

સુપ્રીમ કોર્ટે મંગળવારે સોરેનને પૂછ્યું હતું કેમ ટ્રાયલ કોર્ટે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે EDની ફરિયાદને ધ્યાનમાં લીધા પછી બંધારણીય અદાલત તેમની ધરપકડની કાયદેસરતાની તપાસ કરી શકે છે. ખંડપીઠે સોરેનના વકીલને પહેલા સમજાવવા કહ્યું કે, તેમની નિયમિત જામીન માટેની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન કેવી રીતે આપી શકાય ? સોરેનના વકીલોએ કોર્ટના સવાલોના જવાબ આપવા માટે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની જામીન અરજી પર ટિપ્પણી કરતા કહ્યું કે કોર્ટમાં એક સાથે બે માગણીઓ કરવામાં આવી છે. પ્રથમ માગ વચગાળાના જામીનની છે અને બીજી માગમાં ધરપકડને પડકારવામાં આવી છે. આ દરમિયાન EDએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે જામીન મળશે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માગ કરશે.

આ પણ વાંચો :-

Share This Article