Thursday, Oct 23, 2025

બિહારમાં ચૂંટણી બાદ ભડકી હિંસા, ગોળીબારમાં એકનું મોત, ઈન્ટરનેટ બંધ

2 Min Read

બિહારમાં પાંચમા તબક્કામાં પાંચ બેઠકો પર મતદાન થયું હતું. પાંચમા તબક્કાના મતદાન બાદ બિહારની સારણ લોકસભા સીટ પર ભારે હિંસા થઈ છે. ભાજપ અને આરજેડીના સમર્થકો વચ્ચે વિવાદ થયો હતો. સોમવારે સાંજે મતદાન કેન્દ્ર પર થયેલા વિવાદને કારણે આ ઘટના બની હતી. આજે સવારે એક પક્ષે બીજા પક્ષના વ્યક્તિને ગોળી મારી હતી. ઘાયલોને પટના રીફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહી છે.

Bihar Saranપૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે. રોહિણી છપરામાં ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચ્યા ત્યારે બૂથ નંબર ૩૧૮ અને ૩૧૯ પર વિવાદ થયો હતો. ઘટના સમયે ત્યાં એસપી અને ડીએમ પણ ત્યાં હાજર હતા. જેમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. જેની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ ઇન્ટરનેટ પણ બે દિવસથી બંધ છે.

ઘટના બાદ સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે, “ગઈકાલે આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એકનું મોત થયું છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો :-

Share This Article