ઓડિશાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે સવારે પુરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતાં. દર્શન કર્યા બાદ પીએમ મોદીએ યાત્રાધામ પુરીમાં રોડ શો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, સોમવારે એટલે કે આજે ઓડિશાની પાંચ લોકસભા અને ૩૫ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાની બે દિવસીય મુલાકાતે રવિવારે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા. ભુવનેશ્વરના બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદી સીધા ઓડિશામાં બીજેપી ઓફિસ ગયા, જ્યાં તેમણે પાર્ટીના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં હાજરી આપી. ઓડિશામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આવેલા પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રબંધન અને ભાજપના કોર કમિટીના સભ્યો સાથે પણ બેઠક યોજી હતી. તેમણે પાર્ટી કાર્યકર્તાઓ સાથે ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ વોર રૂમ, પ્રચાર અને બૂથ મેનેજમેન્ટની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલ, ચૂંટણી પ્રભારી વિજય પાલ સિંહ તોમર, સહ પ્રભારી લતા તેનેન્ડી, પૂર્વ પ્રદેશ પ્રમુખ સમીર મોહંતી, ઉપાધ્યક્ષ ગોલક મહાપાત્રા અને ચૂંટણી પ્રભારી સહિત ઘણા કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન રાજભવન જવા રવાના થયા હતા.
આ પણ વાંચો :-