ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે ૩૧મી મે સુધીમાં કેરળ પહોંચશે તાપમાન ૪૪ ડિગ્રી ઉપર પહોચ્યુ છે. આગામી ૫ દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેવાનુ છે. ત્યાર બાદ ૨૬ થી ૩૦ મેના પ્રી મોનસુન એક્ટિવિટી થશે અને આંધી વંટોળ સાથે વરસાદ થવાનુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનુ અનુમાન છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ૨૬ મે સુધી કાળઝાળ ગરમી પડશે. અને ત્યાર બાદ ૨૬ મે બાદ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. ૨૬થી ૩૦ મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યાર બાદ ૪ જુન સુધી વરસાદ ચાલુ રહેશે. જો કે ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમીથી લોકોને શેકાઇ રહ્યાં છે, અને વરસાદની રાહ જોઇ રહ્યાં છે, ત્યારે હવે કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક આપતા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આ દિવસોમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે, અને આંદામાન-નિકોબાર સુધી મૉનસૂન પહોંચ્યુ છે. હવે આગામી ૩૧ મે સુધીમાં આ મૉનસૂન કેરળ પહોંચશે. આ વર્ષે મૉનસૂન મહારાષ્ટ્રમાં ૯ થી ૧૬ જૂન વચ્ચે એન્ટ્રી કરશે, અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થશે, ગુજરાતમાં આગામી મહિને ૧૯ થી ૩૦ જૂન વચ્ચે ચોમાસુ એન્ટ્રી મારશે. દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. ૫ દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. બંગાળની ખાડીમાં ૨૨ મેએ લો પ્રેશર સર્જાઈ શકે છે. આ લો પ્રેશર ૨૪ મેએ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડીપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં થઈ શકે છે. જો કે આગામી ૨૭ મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો :-