દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘કાલે હું ૧૨ વાગ્યે પોતાના તમામ નેતાઓની સાથે ભાજપના હેડક્વાર્ટર આવી રહ્યો છું. તમારે જેની ધરપકડ કરવી હોય કરી લો. ભાજપ જેલ-જેલ રમી રહી છે. પહેલા મને જેલમાં નાખ્યો અને આજે મારા પીએને જેલમાં નાખી દીધો.
કેજરીવાલે જણાવ્યું કે, ભાજપ બધાને જેલમાં મોકલવાનું કાવતરું ઘડી રહ્યું છે. કાલે ૧૨ વાગે બીજેપી હેડક્વાર્ટર જઈશ, જેને જેલમાં નાખવા હોય એને નાખી દે. તમે જોઈ શકો છો કે ભાજપ AAPની પાછળ કેવી રીતે પડ્યું છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે તમે આ ‘જેલની રમત’ રમી રહ્યા છો. આવતીકાલે હું બપોરે ૧૨ વાગ્યે ભાજપ હેડક્વાર્ટર જઈશ. મારા ટોચના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, તમે જેને ઇચ્છો તેને જેલમાં મોકલી શકો છો.
આપ નેતા અને મંત્રી અતિશીએ કહ્યું કે, “જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. ત્યારથી ભાજપ નર્વસ થઈ ગયું છે અને તેના કારણે ભાજપે ષડયંત્ર રચ્યું છે. સ્વાતિ માલીવાલને ૧૩ મેની સવારે મોકલવામાં આવી હતી. સ્વાતિ માલીવાલ ભાજપના ષડયંત્રના પ્યાદુ છે. તેમનો ઈરાદો મુખ્યમંત્રી પર આરોપો લગાવવાનો હતો. તે સમયે મુખ્યમંત્રી ઉપલબ્ધ ન હતા. તેથી જ તેઓ બચી ગયા. ત્યારે સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલીવાલનું કહેવું છે કે તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ ઈજા થઈ હતી. તેને લખ્યું છે કે તેનું માથું ફાટી ગયું હતું, કપડાં ફાટી ગયા હતા પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે સત્ય દર્શાવે છે.
આ પણ વાંચો :-