Friday, Oct 31, 2025

ગુજરાતના ક્ષત્રિય આંદોલનની અસર અમેઠીમાં, કરણી સેના કર્યો ભાજપનો વિરોધ

2 Min Read

ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યમાં મોટાપાયે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું, જેના કારણે ભાજપને રાજકીય નુકસાન સહન કરવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ગુજરાતમાં તો લોકસભાની ચૂંટણી બાદ આંદોલન સમેટાઈ ગયું હોવાની જાહેરાત ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી હતી પણ દેશના અન્ય ભાગોમાં તેની અસર જોવા મળી રહી છે.

ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને ક્ષત્રિય સમાજનો રોફ સહન કરવો પડે તેવી સ્થિતી સર્જાઈ છે. અમેઠીમાં રાજપુત સમાજે સ્મૃતિ ઈરાનીને વોટ નહીં આપવાની કસમ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જો દેશના વડા (PM મોદી) મહિલાઓના સન્માન પર એક શબ્દ પણ ન બોલતા નથી, તેમણે પણ માફી માંગવી જોઈએ.

અમેઠીમાં કરણી સેના ભાજપનો વિરોધ કરી રહી છે, કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ મહિપાલ સિંહે કહ્યું કે જે પાર્ટી મહિલાઓનું સન્માન નથી કરતી તેનો અમે વિરોધ કરી રહ્યા છિએ, તેમણે વધુમાં કહ્યું કે ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર મહિલાઓનું અપમાન કરે છે, અને ભાજપના ટોચના નેતા તેમની વિરૂધ્ધ એક હરફ પણ ઉચ્ચારતા નથી. તેમણે કહ્યું કે અમેઠીમાં અમે ભાજપનો વિરોધ કરીશું અને તેમને વોટ પણ નહીં આપીએ.

આ પણ વાંચો :-

Share This Article