ભારતીય શેરબજાર આજે શનિવારે સ્પેશિયલ સેશન માટે શેર બજાર ખુલ્યું હતું. સ્પેશિયલ સેશનમાં શેર બજાર તેજી સાથે ખુલ્યું હતું. આ અવસર પર સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના વધારા સાથે ૭૪,૦૦૦ના લેવલને પાર કહ્યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ ૬૦ પોઈન્ટ જેટલી તેજી જોવા મળી હતી. નિફ્ટીએ ૨૨,૫૦૦ની સપાટી વટાવી હતી.
એમ તો શનિવારે શેરબજાર બંધ રહે છે, પરંતુ આજે તેને સ્પેશિયલ ટ્રેડિંગ માટે ખોલવામાં આવ્યું છે. વાસ્તવમાં, આ સ્પેશિયલ ટ્રેડિંગ શેરબજારમાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટેની તૈયારીઓની તપાસ કરવા માટે સ્પેશિયલ ટ્રેડિંગ આયોજિત કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ડેટાને પ્રાથમિકથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર શિફ્ટ કરવામાં આવે છે.
સવારે ૯.૧૫થી ૧૦ વાગ્યાના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૪૨.૬ પોઈન્ટ અને નિફ્ટી ૧૫.૮૦ પોઈન્ટના નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. હવે બીજુ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન ૧૧.૩૦ વાગ્યે શરૂ થશે. જે ૧૨.૩૦ વાગ્યા સુધી ચાલશે.
સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજવા પાછળનું કારણ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટને પ્રાઈમરી સાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર સ્વિચઓવર કરવાની પ્રક્રિયા છે. અર્થાત, ૨૧ મેના રોજ મુંબઈમાં લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી શેરબજાર બંધ છે. જેના ભાગરૂપે આજે શેરબજારમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશન યોજાયુ છે.
આ પહેલા શુક્રવારે પણ શેરબજારમાં ધમધમાટ જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૨૫૩ પોઈન્ટ અથવા ૦.૩૦ ટકા વધીને ૭૩,૯૧૭.૦૩ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ ૬૨ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા વધીને ૨૨,૪૬૬ પોઈન્ટ પર બંધ થયો હતો.
આ પણ વાંચો :-