Friday, Oct 31, 2025

સ્વાતિ માલીવાલ હુમલાના કેસમાં વિભવ કુમારની અટકાયત

2 Min Read

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર સીએમ આવાસમાં મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ મામલે નવી અપડેટ્સ મુજબ દિલ્હી પોલીસે કેજરીવાલના પીએ વિભવ કુમારની અટકાયત કરી છે.

સીએમ હાઉસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના સીએમ હાઉસમાંથી કસ્ટડીમાં લઈ લીધો છે અને હવે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. અહીંથી પોલીસ વિભવને હોસ્પિટલ લઈ જશે અને થોડીવારમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવી આશા છે. દિલ્હી પોલીસને ઈનપુટ મળ્યા હતા કે વિભવ દિલ્હીની બહાર નથી પરંતુ તે મુખ્યમંત્રીના આવાસમાં જ હાજર છે.

સ્વાતિએ સીએમ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં માત્ર વિભવને જ આરોપી બનાવવામાં આવ્યો છે. સ્વકહે છે કે તેને લાત મારવામાં આવી છે. પેટ અને શરીર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સ્વાતિએ દિલ્હી પોલીસને ચાર દિવસ પહેલા કરેલા પીસીઆર કોલ વિશે પણ વિગતવાર માહિતી આપી છે.

જણાવી દઈએ કે ૧૩ મેના રોજ સ્વાતિ માલીવાલ તેની પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને મળવા માટે તેના ઘરે પહોંચી હતી. સ્વાતિએ ફરિયાદમાં દાવો કર્યો છે કે જ્યારે તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી ત્યારે વિભવે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ હુમલો કોઈપણ ઉશ્કેરણી વગર થયો હતો, ત્યારબાદ સ્વાતિએ પીસીઆર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article