Saturday, Sep 13, 2025

સલમાન ખાન ફાયરિંગ કેસમાં બિશનોઈ ગેંગના છઠ્ઠા આરોપીની ધરપકડ

2 Min Read

સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ફરી એકવાર મોટી સફળતા મળી છે. બહુચર્ચિત આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે, જેની ધરપકડ હરિયાણાના ફતેહાબાદથી કરવામાં આવી છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ હરપાલ સિંહ છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે. સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં હરપાલની ભૂમિકા ફાઇનાન્સરની હોવાનું કહેવાય છે.

Salman Khan Net Worth: 3000 કરોડની સંપત્તિના માલિક છે સલમાન ખાન, જાણો વાર્ષિક કમાણી | Salman Khan Net worth is 3000 crores rupees, Know his lifestyle, annual income. - Gujarati Oneindiaઅધિકારીએ જણાવ્યું હતું કે, બિશ્નોઈ ગેંગના અન્ય એક સભ્ય મોહમ્મદ રફીક ચૌધરીની પૂછપરછ દરમિયાન સિંહનું નામ બહાર આવ્યું હતું. જેની આ મહિનાની શરૂઆતમાં ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સિંહે ચૌધરીને સલમાન ખાનના ઘરની આસપાસ તપાસ કરવા કહ્યું હતું અને તેને ૨-૩ લાખ રૂપિયા પણ આપ્યા હતા.

સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપને જેલમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અગાઉ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી મોહમ્મદ રફીકની ધરપકડ કરી હતી, જેણે પૂછપરછ દરમિયાન છઠ્ઠા આરોપી હરપાલનું નામ આપ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ યુએસ અથવા કેનેડામાં છે. આ કેસમાં બંનેના નામ બહાર આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, છઠ્ઠા આરોપીની ઓળખ ૩૪ વર્ષીય હરપાલ સિંહ તરીકે થઈ છે. આરોપી હરિયાણાના ફતેહાબાદનો રહેવાસી છે.

આ પણ વાંચો :-

Share This Article