દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમે આ માંગને ફગાવી દેતા કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. અરજીમાં એવી અપીલ કરવામાં આવી હતી કે, ‘અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું, ‘દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર ઇચ્છે તો કાર્યવાહી કરે, પરંતુ અમે દખલ નહીં કરીએ.’ કોર્ટે કહ્યું કે આ સત્તાની વાત છે પરંતુ કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. બેન્ચે અરજદારને કહ્યું, ‘જ્યારે કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અમે તેમને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. આખરે તે સત્તાની બાબત છે અને તેને કોઈ કાનૂની સત્તા નથી. સુપ્રીમ કોર્ટ અરજદાર કાંત ભાટીની અરજી પર સુનાવણી કરી રહી હતી. તેણે દિલ્હી હાઈકોર્ટના ૧૦ એપ્રિલના આદેશને પડકાર્યો હતો જેના દ્વારા તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી.
પશ્ચિમ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર મહાબલ મિશ્રાના સમર્થનમાં માનની સાથે ઉત્તમ નગરમાં રોડ શો પણ કર્યો હતો. આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ૧ જૂન સુધી વચગાળાના જામીન પર છે. તેણે ૨ જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલે કહ્યું, ‘તેઓએ મને જેલમાં મોકલ્યો કારણ કે મેં તમારા માટે કામ કર્યું હતું. ભાજપ નથી ઈચ્છતી કે દિલ્હીની જનતાનું કામ થાય.
અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ કહ્યું હતું કે ભાજપ મારૂ રાજીનામું દિલ્હીમાં સરકાર પાડવા માટે માંગતી હતી પરંતુ હું આવું નહીં થવા દઉં. કેજરીવાલે દાવો કરતા કહ્યું, ‘તે દિલ્હીની સરકારને પાડી શકતા નથી, તે અમારા ધારાસભ્યોને ના તોડી શક્યા. તે પંજાબની સરકારને પણ તોડી નથી શક્યા. ભાજપની યોજના નિષ્ફળ થઇ ગઇ છે.’
આ પણ વાંચો :-