પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા. અહીં પીએમએ ગુરુદ્વારામાં દર્શનની સાથે સાથે અરદાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. PMએ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું.
ગુરુદ્વારામાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મસ્થળ તખ્ત શ્રી હરમંદિરજી પટના સાહિબમાં હાજરી આપી હતી. પ્રસાદ લીધા બાદ વડાપ્રધાનની એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જ્યાં તેમણે જાતે રોટલી બનાવી હતી. આ ઉપરાંત તેમણે લંગરમાં બેઠેલા લોકોને ભોજન પણ પીરસ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, માતા ગંગાના કિનારે આવેલી પાટલીપુત્રની આ ભૂમિ પ્રાચીન કાળથી લઈને આઝાદીની ચળવળ સુધીના ઘણા મહત્વપૂર્ણ સમયગાળાની સાક્ષી રહી છે. NDA સરકાર ‘વિરાસત અને વિકાસ પણ’ના મંત્ર સાથે આ સ્થળની ધરોહરને જાળવવામાં વ્યસ્ત છે. બિહાર વિધાનસભાના ૧૦૦ વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં બનાવવામાં આવેલ શતાબ્દી સ્મારક સ્તંભ તેનું જીવંત ઉદાહરણ છે.
બિહારમાં રોડ શો દરમિયાન વડાપ્રધાનની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને સ્થાનિક સાંસદ રવિશંકર પ્રસાદ પણ હતા. ટ્વીટર પર પોતાની એક પોસ્ટમાં રોડ શો અંગે વડાપ્રધાને કહ્યું, પટનાના મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આજના રોડ શોમાં તમારા બધાનો અભૂતપૂર્વ ઉત્સાહ અને અપાર ઊર્જા મળી છે. ખાસ કરીને અમારા યુવા મિત્રો અને માતા-બહેનોએ જે રીતે તેમાં ભાગ લીધો અને ભરપૂર આશીર્વાદ આપ્યા તે દર્શાવે છે કે શહેરની જનતાનું ભાજપ-NDA સાથે કેટલું ઊંડું જોડાણ છે. આનાથી વિકસિત પટનાના સંકલ્પને સાકાર કરવાની ભાવના વધુ પ્રબળ બની છે.
આ પણ વાંચો :-