બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે નોટિસ જારી કરી છે. મામલો પ્રેગ્નેન્સી પર લખવામાં આવેલા તેના પુસ્તક સાથે જોડાયેલો છે. પુસ્તકના ટાઈટલમાં બાઈબલ શબ્દનો ઉપયોગ કરવાને લઈને એક વ્યક્તિએ તેના વિરુદ્ધ કેસ નોંધવાની માગ કરી છે. તેથી આ સંબંધિત વ્યક્તિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેના પહેલા એડિશનલ સેશન કોર્ટે આ મામલે અરજી દાખલ કરી હતી. જે બાદ એડવોકેટ ક્રિસ્ટોફર એન્થનીએ હાઈકોર્ટમાં આદેશને પડકાર આપ્યો છે.
હાઈકોર્ટે કરીના કપૂરને નોટિસ જારી કરીને ૭ દિવસની અંદર જવાબ આપવાનું કહ્યું છે. અરજીકર્તાઓએ તેની પર ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. અરજીકર્તાઓએ કહ્યું છે કે કરીના કપૂરે પોતાની પુસ્તક ‘Kareena Kapoor Khan‘s Pregnancy Bible’ માં ‘બાઈબલ’ શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે FIR નોંધવામાં આવી જોઈએ.
જબલપુરના ખ્રિસ્તી સમુદાયના સમાજસેવક ક્રિસ્ટોફર એન્થોનીનું માનવું છે કે, માત્ર પુસ્તકને પ્રમોટ કરવા માટે ખ્રિસ્તી ધર્મના પવિત્ર પુસ્તકનું નામ ટાઈટલમાં રાખીને કરીના કપૂરે સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ પગલું ભર્યું છે. તેમનું કહેવું છે કે, દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક બાઈબલ છે અને કરીના કપૂર ખાનની પ્રેગ્નેન્સીની તુલના બાઈબલ સાથે કરવી એ ખોટી બાબત છે. જો કે, ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આરોપમાં તેમણે કરીના કપૂર સામે કેસ દાખલ કર્યો હતો.
કરીના કપૂર ખાનનું પુસ્તક ‘કરીના કપૂર ખાન પ્રેગનન્સી બાઇબલ‘ ૨૦૨૧માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગનન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને જલદી માતા બનનારી મહિલાઓને અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભિંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે.
આ પણ વાંચો :-