Sunday, Sep 14, 2025

પાકિસ્તાનના કારાકોરમ હાઈવે પર બસ નાળામાં ખાબકતા ૨૦ લોકોના મોત

2 Min Read

પાકિસ્તાનમાં આજે એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર બની હતી. આ બસ રાવલપિંડીથી હુંજા જતી હતી. જે દરમિયાન બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના નિધન થયા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતની ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં કારાકોરમ હાઇવે પર બની હતી. બસ રાવલપિંડીથી હુંઝા જઈ રહી હતી. આ દરમિયાન બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડુંગરાળ વિસ્તારમાંથી જતી આ બસ નાળામાં પડી જતાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે. બસમાં કેટલા મુસાફરો હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા ૧૫ લોકોને ચિલાસની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે બચાવ અભિયાન હાથ ધરાયું છે અને શબ અને ઘાયલોને નજીકની હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એક સૂત્રએ કહ્યું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના સીએમ હાજી ગુલબાર ખાને આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article