Tuesday, Nov 4, 2025

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, લગ્ન પ્રસંગમાં ૧૨થી વધુ લોકોને અડફેટે લીધા

2 Min Read

અમદાવાદમાં વધુ એક નબીરાએ બેફામ ડ્રાઇવિંગથી ભયનો માહોલ ઉભો કર્યો છે. અકસ્માતના વધતા કિસ્સાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે પગલાં ભરવાના અમદાવાદ શહેર પોલીસનાં દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના દાણીલીમડામાં ગઈ કાલે રાતે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના દાણીલીમડા પટેલ મેદાન વિસ્તારમાં એક નબીરાએ ૧૨ લોકોને અડફેટે લીધા હતા.

દાણીલીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી દીધી હતી. કાર ચાલકે આશરે ૧૨ લોકોને અડફેટે લેતો તેઓને ઈજા પહોંચી હતી. અચાનક ચાલુ લગ્ન પ્રસંગે કાર ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક લોકોએ ઝડપી પાડ્યો હતો. અકસ્માત બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેવડામાં આવ્યાં હતા.

લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા આનંદનાં માહોલમાં ડર પ્રસરી ગયો. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article