Sunday, Sep 14, 2025

KGથી PG સુધી મફત શિક્ષણ, મનરેગાનું વેતન વધારવાનું વચન સાથે સપાએ ઘોષણાપત્ર બહાર પડ્યું

2 Min Read

ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનની આગેવાની કરી રહેલી સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે સપાના વડા અખિલેશ યાદવે લોટ અને ડેટાના અધિકાર વિશે વાત કરી અને શિક્ષણનો પણ ઉલ્લેખ કર્યો છે. સપાએ તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોથી લઈને મજૂર વર્ગ સુધી સમાજના દરેક વર્ગને આકર્ષવા માટે આકર્ષક વચનો આપ્યા છે. ચાલો જોઈએ સપાના મેનિફેસ્ટોના ૧૧ મોટા વચનો.

ચીફ અખિલેશ યાદવે કહ્યું, “અમે અમારા વિઝન ડોક્યુમેન્ટનું નામ ‘જનતા કા માંગ પત્ર, હમારા અધિકાર’ રાખ્યું છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં મુખ્ય માંગણીઓ છે- બંધારણના રક્ષણનો અધિકાર, લોકશાહીના રક્ષણનો અધિકાર, મીડિયાની સ્વતંત્રતાનો અધિકાર અને સામાજિક ન્યાયનો અધિકાર. દેશના વિકાસ માટે સામાજિક ન્યાયનો અધિકાર જરૂરી છે. અખિલેશ યાદવે કહ્યું કે યુવાનો બેરોજગાર છે. બેરોજગારી ૮૦ ટકા પર પહોંચી ગઈ છે. ગામમાં ૮૦ ટકા સુધી બેરોજગારી છે. ઉત્તર પ્રદેશની હાલત વધુ ખરાબ છે. સરકાર અનામત આપવા માંગતી નથી એટલે જ નોકરી આપવા માંગતી નથી. ભાજપે રાજ્યમાં જાણી જોઈને પેપર લીક કરાવ્યા છે.

જણાવી દઈએ કે સપાના ઢંઢેરા અનુસાર લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં INDIA ગઠબંધનની સરકાર બનશે તો જાતિવાર વસ્તી ગણતરી કરવામાં આવશે, સામાજિક ન્યાય, ખેડૂત કલ્યાણ, યુવા કલ્યાણ, આટા અને ડાટાનો અધિકાર, શિક્ષણ અને આરોગ્ય તેમજ મહિલા સશક્તિકરણના વિવિધ મુદ્દાઓ પર ઘણા વચનો આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે INDI ગઠબંધન હેઠળ સપા ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦માંથી ૬૨ બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસ ૧૭ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય ભદોહી લોકસભા સીટ તૃણમૂલ કોંગ્રેસને આપવામાં આવી છે.

Share This Article