Thursday, Oct 30, 2025

દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર વારાણસીથી PM મોદી સામે લડશે ચૂંટણી

2 Min Read

આજે દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સાખી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ હેમાંગી સખીને બનારસથી ટિકિટ આપી છે. તે ૧૨ એપ્રિલે બનારસ પહોંચશે અને બાબા વિશ્વનાથના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.

કિન્નર મહાસભાના મહામંડલેશ્વર હિમાંગી સાખી અખિલ ભારતીય હિન્દુ મહાસભા વતી વારાણસીથી ઉમેદવાર હશે. ૧૦મી એપ્રિલે વારાણસી પહોંચ્યા બાદ તે પહેલા ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરશે. આ પછી તે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી વતી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાય પણ વારાણસીથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.

 

મહામંડલેશ્વરે કહ્યું કે સરકારે ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના નારા આપ્યા છે. અમે તેની કદર કરીએ છીએ, દીકરીઓ  જગત જનનીનું સ્વરુપ છે, પરંતુ સરકાર અર્ધનારીશ્વરને ભૂલી ગઈ છે. આ સુત્ર અમે પણ સાંભળવા માંગીએ છીએ, એ દિવસ ક્યારે આવશે? કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર પોર્ટલ બહાર પાડ્યું છે પરંતુ શું કિન્નરોને તેના વિશે ખબર છે? જે લોકો રસ્તા પર ભીખ માંગે છે, તેમને ખબર જ નથી કે તેમના માટે કોઈ પોર્ટલ છે.

અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ જણાવ્યું હતું કે હિંદુ જનતાને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દેશના વિવિધ રાજ્યોમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાના નેતૃત્વમાં ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે. અલગ-અલગ પક્ષના પદાધિકારીઓની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અખિલ ભારતીય હિંદુ મહાસભાએ યુપીના ૨૦ જિલ્લાઓ માટે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે, તેમાં વારાણસી પણ સામેલ છે. કિન્નર મહાસભાના મહામંડલેશ્વર હિમાંગી સાખી વારાણસીથી ઉમેદવાર હશે.

આ પણ વાંચો :-

Share This Article