લોકસભા ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, પપ્પુ યાદવે બિહારની પૂર્ણિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા તૈયારી બતાવી છે. આ સીટ મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળના ક્વોટામાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સમર્થન છે હું રાહુલ ગાંધી માટે કામ કરીશ ત્યારે હવે બિહાર કોંગ્રેસ પપ્પુ યાદવને ઉમેદવારી ફોર્મ પાછું ખેચવા માટે અલ્ટિમેટમ આપ્યું છે.
બિહાર કોંગ્રેસે પપ્પુ યાદવને અલ્ટીમેટમ આપીને અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પાછું ખેંચી લેવા જણાવ્યું છે. બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું છે કે, કોઈએ પણ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ આ બધી બાબતો કોઈને મંજૂરી આપતું નથી. બિહાર કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, એવા લોકો વધુ છે જેમને ટિકિટ નથી મળી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આવી બાબતોને સ્વીકારતી નથી. બિહાર કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઉમેદવારી પાછી ખેંચવા માટે હજુ સમય બાકી છે. પપ્પુ યાદવે પોતાનું નામાંકન પાછું ખેંચી લેવું જોઈએ.
RJD ઉમેદવાર બીમા ભારતીએ ૩ એપ્રિલે પૂર્ણિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. બીમા ભારતીના નોમિનેશનના બીજા જ દિવસે પપ્પુ યાદવે અપક્ષ તરીકે નોમિનેશન ભર્યું. પપ્પુ યાદવે કોંગ્રેસને ઉત્સાહિત કરતા દાવો કર્યો કે, તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આશીર્વાદથી જ નામાંકન કર્યું છે.
ઉમેદવારી નોધવ્યા બાદ પપ્પુ યાદવ એક જનસભાને સંબોધિત કરી હતી અને આ દરમિયાન તેઓ સ્ટેજ પર જ રડવા લાગ્યા હતા આ દરમિયાન તેણે કહ્યું કે મને ૧૪ દીવસથી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. પપ્પુ યાદવે કહ્યું કે આ વખતે ભૂલ ન કરો. તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જણાવ્યુ કે કોંગ્રેસનું સમર્થન પ્રાપ્ત છે, નિર્દલીય ચૂંટણી લડવી પડી. ઘણા લોકોએ રાજનીતિની હત્યા કરવાનો ષડયંત્ર કર્યું, પુર્ણિમાના લોકોએ હમેશા પપ્પુ યાદવને જાતિથી ઉપર રાખે છે.
આ પણ વાંચો :-