Friday, Oct 24, 2025

દેશની સૌથી અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે આપ્યું રાજીનામું

2 Min Read

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને દરરોજ એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારતની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ અને હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે જાહેરાત કરી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી.

Savitri Jindal Resign From Congress : भारत की सबसे अमीर महिला सावित्री जिंदल ने छोड़ी कांग्रेस, चुनाव से पहले राहुल गांधी की पार्टी को एक और तगड़ा झटकाસાવિત્રી જિંદાલે બુધવારે સોશિયલ મીડિયા એક્સ (X) પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી હતી કે તેમણે તેમના પરિવારની સલાહ પર કોંગ્રેસની પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘મેં ધારાસભ્ય તરીકે ૧૦ વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યી છું.’

સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલાઓમાં ટોચ પર છે, તેમની ઉંમર ૮૪ વર્ષ છે અને તે જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ૨૮ માર્ચ, ૨૦૨૪ સુધીમાં સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ $૨૯.૬ બિલિયન છે. જે ભારતીય રૂપિયામાં લગભગ ૨.૪૬ લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ આવે છે જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં 56માં સ્થાને છે.

ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે ૧૦ વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી. ૨૦૦૫માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલના મૃત્યુ પછી જિંદાલ હિસાર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેઓ ૨૦૦૯માં હિસારથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને ઓક્ટોબર ૨૦૧૩માં હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૦૬માં તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું પરંતુ ૨૦૧૪ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો :-

Share This Article