Sunday, Sep 14, 2025

ભાજપમાં સામેલ થયા બાદ પૂર્વ ન્યાયાધીશે ગાંધીજી પર ટીપ્પણી કરતા વિવાદ

3 Min Read

કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાયે તેમના એક નિવેદનને લઈને વિવાદમાં ફસાયા છે. તેમણે એક બંગાળી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસે વિશે ટિપ્પણી કરી તેને લીધે વિવાદ થયો છે. કોંગ્રેસના જનરલ સેકેટરી જયરામ રમેશે પોસ્ટ કરીને કહ્યું હતું કે હવે કહે છે કે તેઓ ગાંધી અને ગોડસે વચ્ચેની પસંદગી કરી શકતા નથી. પૂર્વ ન્યાયાધીશે ગાંધી-ગોડસે પર વિવાદિત ટિપ્પણી કરી હતી જેના પર હવે કોંગ્રેસ ભડકી છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા સાઈટ X પર લખ્યું કે, વડાપ્રધાનની કૃપાથી કલકત્તા હાઈકોર્ટના એક ન્યાયાધીશે લોકસભા ચૂંટણી લડવા માટે રાજીનામું આપી દીધું. એ દયનીય કરતાં પણ વધુ ખરાબ છે કે હવે તેમણે કહ્યું છે કે, તેઓ ગાંધી અને ગોડસે વચ્ચે કોઈ એકની પસદંગી ન કરી શકે. આ વાતને તદ્દન સ્વીકારવામાં ન આવે. એ લોકોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ જેમણે મહાત્માના વારસાને મહાત્માના વારસાને હડપવામાં કોઈ કસર બાકી ન રાખી.

હાઈકોર્ટના પૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાના આ નિવેદન પર કોંગ્રેસ ગુસ્સે થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનું કહેવું છે કે, કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કહે છે કે તે ગાંધી અને ગોડસેમાંથી કોઈની પસંદગી કરી શકતા નથી તે દયનીય કરતાં પણ ખરાબ બાબત છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ગાંધીજીના વારસાને હડપ કરવામાં કોઈ કસર ન છોડનાર વ્યક્તિની ઉમેદવારી તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. જોકે, ગંગોપાધ્યાયે મહાત્મા ગાંધીની હત્યાની નિંદા કરી હતી.

તેમણે આગળ કહ્યું કે, ગોડસેએ એક પુસ્તક લખ્યું હતું જે બંગાળીમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ મને લાગે છે કે તે પ્રતિબંધિત છે અને હવે ઉપલબ્ધ નથી. ગાંધીની હત્યા કરવા માટે ગોડસેને કઈ બાબતે પ્રેરિત કર્યો તે સમજવા માટે મારે તે પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. ગાંધીની હત્યા થઈ હતી અને ગોડસે હત્યારો હતો. બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવી શક્ય નથી. તેમની તુલના કરવી વ્યર્થ છે. જ્યારે મને બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એ ન્યાયાધીશના દૃષ્ટિકોણથી હું એ વિચારવા માટે મજબૂર થઈ ગયો કે ગોડસેએ ગાંધીની હત્યા શા માટે કરી? તેનો તર્ક શું હતો? કોઈની હત્યા કરવી એ નિઃશંકપણે ખોટું છે પરંતુ મેં સાંભળ્યું છે કે ગોડસેએ તેના આ પગલા માટે ૭૫ થી ૮૦ કારણો આપ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article