Thursday, Oct 23, 2025

મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને જામીન મળ્યાં

2 Min Read

મોરબી કેબલ બ્રિજ કાંડમાં આરોપી ઓરેવા ગ્રુપના માલિક જયુસખ પટેલના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઓકટોબર ૨૦૨૨ મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાથી ૧૩૫થી વધુ લોકોના જીવ ગયા હતા. સુપ્રિમ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે. પાસપોર્ટ સહિતની શરતો પર આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મેનેજરોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી પુલ દુર્ઘટના: જયસુખ પટેલ સહિત 10 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલ છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતા. જેમાં હવે આજે આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. જયસુખ પટેલ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા.

આ તરફ અગાઉ હતભાગીઓના પરિવારજનોએ જયસુખના જામીનનો વિરોધ  પણ કર્યો હતો. આ સાથે ગુજરાત સરકારે પણ હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીનનો વિરોધ કર્યો હતો. આ તરફ હોનારતનો ભોગ બનેલા પરિવારજનોના વકીલે પણ અગાઉ પોલીસ રક્ષણ માગ્યું હતું. આ બધાની વચ્ચે હવે છેક સુપ્રીમ કોર્ટથી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જામીન મળ્યા છે. ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ તપાસની સાથે-સાથે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પોલીસે સિક્યુરિટી ગાર્ડસ, ટિકિટ બુકિંગ કલાર્ક અને મેનેજર સહિત ૯ની ધરપકડ કરી હતી. ત્રણ મહિના બાદ જાન્યુઆરી-૨૦૨૩ના અંતમાં જયસુખ પટેલ અદાલત સમક્ષ હાજર થતાં ધરપકડનો આંક ૧૦ પર પહોંચ્યો હતો. હજાર કરોડના આસામી અને ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ ૧૩ મહિનાથી જેલવાસ ભોગવી રહ્યાં હતા અને આજે જામીન મળ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article