Friday, Oct 24, 2025

કોમર્શિયલ કોર્ટે ડાયમંડ બૂર્સને એક સપ્તાહમાં ૧૨૫ કરોડની બેંક ગેરેન્ટી જમા કરાવવા કોર્ટનો આદેશ

2 Min Read

સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ પાસે બાકી રહેલી રૂા. ૬૦૦ કરોડની રકમ બાબતે કોર્ટ પ્રકરણ બાદ આજે સુરતના સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટ તરફથી કરાયેલા હુકમમાં સુરત ડાયમંડ બુર્સને ચાર સપ્તાહમાં ૧૨૫ કરોડની બેન્ક ગેરન્ટી જમા કરાવવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

Surat Diamond Bourse; the largest office in the worldસુરત ડાયમંડ બૂર્સ નું બાંધકામ કરનારી પી.એસ.પી પ્રોજેક્ટ્સ લીમોટેડ કંપનીએ પિટિશન કરી છે. આર્બિટેશન એક્ટની કલમ ૯ હેઠળની આ પિટિશનમાં આજ રોજ સુરતની કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોમર્શિયલ કોર્ટના જજ આશિષ મલ્હોત્રાએ આખરી હુકમ કરતા ડાયમંડ બૂર્સને ૪ અઠવાડીયામાં ૧૨૫ કરોડની બેન્ક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે.

વધુમાં અત્રેની કોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું છે કે, સુરત ડાયમંડ બુર્સ તરફથી જ્યાં સુધી બેન્ક ગેરન્ટી જમા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી સુરત ડાયમંડ બુર્સ તેમની વેચાણ માટે બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં કે તે ભાડે આપી શકશે નહીં. આ સાથે થર્ડપાર્ટી રાઇટ્સ પણ ઊભા કરવા નામદાર કોર્ટ દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. પીએસપી પ્રોજેક્ટ લિ. કંપની દ્વારા સુપ્રીમ કોર્ટના સિનીયર એડવોકેટ મિનાક્ષી અરોરા તથા હાઇકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલોને માન્ય રાખીને અત્રેની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આ સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રૂા. ૬૦૦ કરોડના દાવા બાબતની સુનાવણી પેન્ડિંગ રહી છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનને પાછળ છોડીને તે ભારતમાં બનેલી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ઓળખાય છે. ૮૦ વર્ષ સુધી પેન્ટાગોન વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ હતી. જોકે આ ખિતાબ હવે ગુજરાતના સુરતમાં બનેલી આ ઈમારત દ્વારા લેવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર પણ છે.

આ પણ વાંચો :-

Share This Article