Thursday, Oct 30, 2025

CAAના વિરોધમાં સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજય, કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

2 Min Read

કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવા માટે જાહેરનામું  બહાર પાડ્યું છે. આ કાયદા હેઠળ ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. એક તરફ CAA લાગુ થયા બાદ ઉજવણીનો માહોલ છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી સરકારનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન, પાર્ટીની શરૂઆત કરીને રાજકારણમાં પ્રવેશેલા સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજયે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

વિજયને પોતાની પાર્ટી તમિલગા વેટ્રી કજગમના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર એક ઓફિશ્યલ નીવેદન શેર કર્યું છે. તેમણે તમિલમાં લખ્યું, ભારતીય નાગરિકતા સંસોધન અધિનયમ ૨૦૧૯ જેવા કોઈ પણ કાયદાને આવી સ્થિતિમાં લાગુ કરવું સ્વીકાર્ય નથી. જ્યાં દેશના બધા નાગરિક સામાજીક સદ્ભાવની સાથે રહે છે. નેતાઓને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે કાયદો દેશમાં લાગુ ન થાય. વિજય થલાપતિ ઉપરાંત ઘણા વિપક્ષી નેતાઓએ પણ CAAને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. AIMIMએ કહ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા આ સ્ટંટ કરી રહી છે.

તે જ સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકારે ઘણી વખત જણાવ્યું છે કે અમે અહીં CAA લાગુ કરવા દઈશું નહીં, જે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક માને છે. આ સાંપ્રદાયિક કાયદા સામે આખું કેરળ એકસાથે ઊભું રહેશે. કેરળ પ્રથમ રાજ્ય છે જેણે CAA વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. કેરળ સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં જ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને આ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો :-

 

Share This Article