જસ્ટિસ અભિજિત ગાંગુલીએ મંગળવારે કલકત્તા હાઈકોર્ટના જજના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, જજ અભિજિત ગાંગુલી ગયા વર્ષે એપ્રિલમાં લાઇમલાઇટમાં આવ્યા હતા જ્યારે તેઓ લાંચના કેસની સુનાવણી કરી રહ્યા હતા અને તેમણે આ કેસને લઈને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. એવી અટકળો ચાલી રહી છે કે, અભિજીત ગાંગુલી આગામી લોકસભા ચૂંટણી બંગાળના તામલુક બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડી શકે છે.
જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે કહ્યું, હું કલકત્તા હાઈકોર્ટના જજ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. છેલ્લા બે કે તેથી વધુ વર્ષોથી હું કેટલીક બાબતો સાથે કામ કરી રહ્યો છું, ખાસ કરીને શિક્ષણને લગતી બાબતો, જેમાં મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. આ સરકારના શિક્ષણ ક્ષેત્રે મોટી સંખ્યામાં મહત્વની વ્યક્તિઓ જેલમાં છે અને તેમના પર સુનાવણી ચાલી રહી છે. આ શ્રમ કાયદાના કેસો સાથે કામ કરતી વખતે, મને લાગ્યું કે ન્યાયાધીશ તરીકે મારું કામ પૂરું થઈ ગયું છે.
અભિજીત ગંગોપાધ્યાયે ભાજપમાં જોડાવાનો પણ નિર્ણય કર્યો છે અને ભાજપ તેમને પશ્ચિમ બંગાળની તમલુક બેઠક પરથી લોકસભા લડાવે તેવી પણ ચર્ચાં છે. તમલુક બેઠક તાજેતરની ચૂંટણીઓમાં રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસનો ગઢ રહી છે. ટીએમસી ૨૦૦૯થી સતત આ બેઠક જીતી રહી છે. બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી અહીંથી જીતી હતી. અધિકારી તે સમયે ટીએમસીના નેતા હતા. ૨૦૧૬ની પેટા ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવારે આ બેઠક જીતી હતી. ૨૦૦૯થી ૨૦૧૬ ની વચ્ચે સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રી મમતા બેનર્જીના જમણા હાથ કહેવાતા હતા.
આ પણ વાંચો :-