HomeGujaratકચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકા, ૩.૦ની તીવ્રતા નોંધાઇ

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકા, ૩.૦ની તીવ્રતા નોંધાઇ

Date:

Related stories

4 સપ્ટેમ્બરે આ રાશિઓ પર રહેશે ખાસ કૃપા! ધન, કરિયર અને પ્રેમ માટે જાણો આજનું રાશિફળ

4 સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...
spot_img

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર આજે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. વિગતો મુજબ આજે સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ ગઈકાલે પણ ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી :૧૫ કિલોમીટર દૂર નોંધાયું હતું.

કચ્છનાધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ આજે સવારે ૬:૫૫ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. આ સાથે ધોળાવીરાથી ૧૬ કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે.

દિવાળીના તહેવારો બાદ હવે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ ગઈકાલે પણ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ની નોંધાઈ હતી. આ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૫ કિલોમીટર દૂર નોંધાયું હતી. ફરી એકવાર ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img