Friday, Oct 24, 2025

કોંગ્રેસની પહેલી યાદી જાહેર, અશોક ગેહલોત અને સચિન પાઈલટને મળી ટીકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

2 Min Read

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ૩૩ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટનું નામ પણ સામેલ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સરદારપુરાથી અને સચિન પાયલટને ટોંક વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગોવિંદસિંહ ડોટાસરા લચમનગઢથી અને મુકેશ ભાકર લડનુનથી ચૂંટણી લડશે. પોતાની પહેલી યાદીમાં કોંગ્રેસે પાંચ મંત્રીઓને જગ્યા આપી છે, જ્યારે બે ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો ઝગડો માંડ શાંત પડ્યો છે. તેઓ અવારનવાર ઝગડતા હોય છે અને તેમની વચ્ચેનો વિવાદ ઘણી વાર જાહેરમાં આવી ચૂક્યો છે.

૩૩ ઉમેદવારોની યાદીમાં ૩૨ નામ જૂના છે, આ વખતે લલિત યાદવનું નામ મુંડાવર સાથે જોડાયેલું છે, જે બસપામાંથી છેલ્લી વખત ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસની પહેલી યાદીમાં સચિન પાયલટ જૂથના ચાર નેતાઓને ટિકિટ મળી છે. જેમાં ઇન્દ્રજસિંહ ગુર્જરને બિરાટનગરથી, મુકેશ ભાકરને લાડનુન બેઠક પરથી, રામનિવાસ ગાવાડિયાને પરબતસર બેઠક પરથી અને અમિત ચાચનને નોહર બેઠક પરથી ટિકિટ મળી છે.

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)એ બુધવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર ચર્ચા કરી. રાજસ્થાનની તમામ ૨૦૦ વિધાનસભા બેઠકો માટે ૨૫ નવેમ્બરે મતદાન યોજાશે. ૩ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો :-

Share This Article