HomeSurat Cityસુરતમાં ૨૫૦ વર્ષ જૂનુ હિંગળાજ મંદિર, છેલ્લા ૬૦ વર્ષથી આરાધના કરતી મહિલા...

સુરતમાં ૨૫૦ વર્ષ જૂનુ હિંગળાજ મંદિર, છેલ્લા ૬૦ વર્ષથી આરાધના કરતી મહિલા પૂજારી

Date:

Related stories

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

સુરતના કોટ વિસ્તારમાં નવસારી બજાર ગોપી તળાવ સામે તેર ગામ ક્ષત્રિયનો હિંગળાજ માતાજીનો મઠ આવ્યો છે. આ મંદિરમાં છેલ્લા ૬૦ વર્ષથી દક્ષાબેન ગૌસ્વામી માતાજીની પૂજા આરાધના કરી રહ્યાં છે. દક્ષાબેન કહે છે, આ મંદિરમાં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મારા દાદા-સસરા અને દાદી સાસુ પૂજા કરતા હતા. તે પહેલા તેમના વડવાઓ પૂજા કરતા હતા આ મંદિર લગભગ ૨૫૦ વર્ષ કરતાં પણ વધુ જૂનુ છે. જ્યારે. હું લગ્ન કરીને આવી ત્યારથી હું પૂજા કરું છું અને મારે કોઈ વખત બહાર જવાનું થાય ત્યારે મારી બે વહુઓ છે વિધિ અને કૃપા તે માતાજીની પુજા અને શણગાર કરે છે. મારા પતિ અરુણભાઈ છે પરંતુ અમારા મંદિરમાં છ માતાજી હોવાથી અમે મહિલાઓ જ માતાજીનો શણગાર કરીએ છીએ અને પુજા અર્ચના પણ કરીએ છીએ.

નવસારી બજારની જેમ જ કોટ વિસ્તારમાં આવેલી વાડી ફળિયા ચોકીની બાજુમાં આવેલા ૨૫૦ વર્ષ કરતાં પણ વધુ પૌરાષિક હિંગળાજ મંદિરમાં પણ રાગિણીબેન ગોસ્વામી નામની મહિલા માતાજીની પૂજા કરે છે. રાગીણી બેન કહે છે, હું છેલ્લા ૬૦ વર્ષથી અહીં પુજારી તરીકે ફરજ બજાવું છું. શરૂઆતમાં પુરુષની જગ્યાએ મહિલા પુજારી જોઈને કેટલાક લોકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ ત્યાર બાદ મહોલ્લાના લોકોને મહિલા પુજારી છે અને અમારી પાસે પૂજા કરવાની આદત પડી ગઈ છે. આમ તો હું 365 દિવસ માતાજીની ભક્તિ કરું છું ભાગ્યે જ બહાર જાવ છું તેમ છતાં જો ક્યારે બહાર જવાનું થાય તો મારી વહુ અર્ચના પૂજા અર્ચના કરે છે. હાલમાં નવરાત્રી ચાલી રહી હોય માતાજીના અનેક ભક્તો માતાજીની પૂજા કરવા સાથે સાથે મહિલા પૂજારી પાસે પૂજા કરવાનું ચૂકતા નથી.

સુરતના કેટલાક શિવ મંદિરોમાં મહિલા પુજારી છે પરંતુ માતાજીના મંદિરમાં મહિલા પુજારીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. હાલ નવરાત્રી ચાલી રહી હોય માતાજીના મંદિરોમાં ભક્તોની માનવ મહેરામણ ઉમટી પડે છે તેમાં પણ શહેરના કોટ વિસ્તાર એવા નવસારી બજાર અને વાડી ફળિયા જેવા મંદિરોમાં હિંગળાજ માતાના દર્શને જતાં નવા ભક્તો મહિલા પુજારીને જોઈને આશ્ચર્ય પામી રહ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories