Thursday, Oct 23, 2025

આ નાનકડા પિંડની કિંમત ધરતી પરની તમામ સંપત્તિ કરતાં વધુ !

2 Min Read

આ નાનકડા પિંડની કિંમત ધરતી પરની તમામ સંપત્તિ કરતાં વધુ !

નાસા આપણા સૌરમંડળમાં  જોવા મળતી ઉલ્કાનો અભ્યાસ કરવા માટે સાઇક યાનને અવકાશમાં મોકલશે. આ ઉલ્કા મંગળ અને ગુરુની વચ્ચે હાજર એસ્ટરોઇડ પટ્ટામાં છે, જે મુખ્યત્વે ધાતુથી બનેલી છે. એમ મનાય છે કે ઉલ્કા પર ખનિજનો એવો ભંડાર છે કે તેની કિંમત ધરતી પરની તમામ સંપત્તિ કરતાં પણ વધુ થાય એમ છે.

સાયકી ઉલ્કાઓ સૂર્યથી 3780 લાખ અને 4970 લાખ કિલોમીટરના વિસ્તારમાં ભ્રમણ કરતી રહે છે. તેના અભ્યાસ માટે મોકલાતું યાન 2029 માં ઉલ્કાની આસપાસ ભ્રમણકક્ષામાં પહોંચશે અને તેના તત્વોનો અભ્યાસ કરશે. તે બે વર્ષ સુધી તેનો અભ્યાસ કરશે. 17 માર્ચ 1852 ના રોજ ઇટાલિયન ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગાસ્પારિસ દ્વારા સાયકી ઉલ્કાની શોધ કરવામાં આવી હતી.

નાસા અનુસાર, આ ઉલ્કાની મહત્તમ પહોળાઈ 280 કિમી અને લંબાઈ 232 કિમી છે. રડાર અને ટેલિસ્કોપ અવલોકનો દર્શાવે છે કે સાયકી ઉલ્કા સંભવતઃ લોખંડ, નિકલ અને અન્ય ધાતુઓથી બનેલી છે, જે સૌરમંડળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

આ ઉલ્કામાં ખડકાળ પદાર્થો, સિલિકેટ, કાચ અને રેતીમાં મળી આવતા પદાર્થો પણ છે. જો કે, 2022 માં અવલોકનો દર્શાવે છે કે તેનો કેન્દ્રભાગ લોખંડનો બનેલો છે. 2020 માં, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ઉલ્કામાં એટલું લોહ છે કે તે સમગ્ર પૃથ્વીની અર્થવ્યવસ્થા કરતાં વધુ છે.

Share This Article