- mahisagar news : લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે.
મહીસાગરના લુણાવાડામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને દૂધ પાવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન દૂધ પીતા હોય તેવા દ્રશ્યો વાયરલ વીડિયોમાં જાઈ શકાય છે. ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ ઠાકોરજીને ચમચીથી દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. જે વીડિયોને લઈ લોકોમાં ચર્ચા જાગી છે.
શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર !
લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળ ગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર જે કહેવતને બરાબર સાર્થક કરતો વીડિયો વર્તમાનમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે.
આ પણ વાંચો :-