Saturday, Sep 13, 2025

બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો, રસ્તે જતા યુવકને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો કારે

1 Min Read
  • હજૂ અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર બેફામ ચાલતી કારે 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. હજુ આ એક્સિડન્ટના પડઘા સમ્યા નથી. ત્યાં રાજ્યના અન્ય વિસ્તાર કહેતાં છોટાઉદેપુરમાં પણ આવી જ ઘટના બની છે.

જાહેર માર્ગ પર બેફામ સ્પીડે વાહન ચલાવી એક યુવક સાથે એક્સિડન્ટ કર્યો હતો. છોટાઉદેપુરમાં બેફામ સ્પીડે જતી કારે વડોદરાના એક યુવાનને ફંગોળવા સાથે બાજુમાં પડેલી બાઈકનો ખુરદો વાળી નાંખ્યો હતો. આ ઘટનાના CCTV વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે.

છોટાઉદેપુરમાં રંગપુર નાકા પાસે ચાલતાં જતા વડોદરાના યુવાન હર્ષદભાઇ મારવાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટાટા ઈન્ડિકા કારે હવામાં ફંગોળ્યો હતો. અર્બન હેલ્થ સેન્ટર પાસે ચાલતાં જતાં હર્ષદ મારવાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટાટા ઈન્ડિકા કારે અસ્માત કરી હવામાં ફંગોળી દીધો હતો અને આગળ ઉભેલી બાઈકને ટક્કર મારી હતી.

છોટાઉદેપુરમાં થયેલા આ એક્સિડન્ટમાં હર્ષદ મારવાડી ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ માથાના ભાગે ગંભીર ઈજા થતાં વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો :-

 

Share This Article