- ગઈકાલે રાત્રે ૨ કલાકના અનરાધાર વરસાદથી અમદાવાદ શહેર પાણી પાણી થઈ ગયું હતું. મહાનગર પાલિકાની મહેરબાનીથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા. લોકોના ઘરો સુધી પાણી પહોંચતા લોકો હેરાન પરેશાન થયા હતા.
અમદાવાદમાં વરસાદ બાદ ભરાયેલા પાણીને કારણે અનેક વાહનો ખોટકાયા હતા. તો આજે સવારથી જ શહેરના અનેક બ્રિજ પાસે બંધ વાહનોનો ખડકલો જોવા મળ્યો. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે પડેલા વરસાદ બાદ ઠેર ઠેર વાહનોને નુકસાની થઈ છે. AEC બ્રિજ પ્રાસે કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. બે કાર જુદી જુદી જગ્યાએ ડિવાઈડર ઉપર ચડી ગઈ. તો રાતે પાણીમાં ફસાયેલા લોકોને વાહનો સ્થળ ઉપર જ છોડી પગપાળા ઘરે જવાની ફરજ પડી હતી.
અમદાવાદમાં ગઈ કાલે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર વાહનો ખાડામાં ફસાયાના દ્રશ્યો આજે સવારે જોવા મળ્યા. સુધારા સર્કલ પાસે કાર ખાડામાં ફસાઈ હતી. ખાડામાં ફસાયેલી કાર બહાર ન નીકળતા કારચાલકે ગાડી સ્થળ ઉપર જ મુકવી પડી હતી. રોડના અધૂરા કામને કારણે કાર ફસાઈ.

શહેરમાં ગઈકાલના સાંબેલાધાર વરસાદ બાદ અસર સામે આવી રહી છે. ભારે વરસાદ બાદ શહેરમા નુકશાનીના દ્રશ્યો સામે આવ્યા. કર્ણાવતી ક્લબ સામે પડેલા ભુવાના રીપેરીંગ બાદ ટ્રક રોડમાં બેસી ગઈ. જેથી અવરજવર માટે રસ્તો બંધ હોવા છતાં ટ્રક ચાલકે નીકળવાનો પ્રયાસ કરતા પાછલા ટાયર રોડમાં ખૂંપ્યા છે.
શહેરમાં ગઈકાલના સાંબેલાધાર વરસાદ બાદ અસર સામે આવી રહી છે. મોટાભાગના રોડ પર ભરાયેલા પાણી ઉતાર્યા છે પણ કેટલીક સોસાયટીઓમાં પાણી યથાવત છે. વેજલપુરની શ્રીનંદનગર વિભાગ ૧ સોસાયટીમાં હજીપણ ઘૂંટણ સુધીના પાણી છે. રોડના લેવલ કરતા સોસાયટી નીચાણમાં હોવાથી પાણી નિકાલમાં મુશ્કેલી આવી રહી છે. સોસાયટીએ વસાવેલા ડિવોટરિંગ પમ્પની મદદથી પાણી નિકાલની કામગીરી યથાવત છે.

ઈસ્કોનથી બોપલ જતા અંતરિક્ષ કોલોની પાસે ક્રેન ફસાઈ છે. તો ગઈ કાલે વરસાદના કારણે ઠેર ઠેર વાહનો ફસાયા. ક્રેનને કોર્ડન કરવામાં આવી. ક્રેન ખાડામાં ફસાતા ડ્રેનેજ ચેમ્બર પણ તૂટી ગયેલી જોવા મળી. હાલ ક્રેનને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી.
આ પણ વાંચો :-