Saturday, Sep 13, 2025

કારમાં સવાર મિત્રએ તથ્ય પટેલની પોલ ખોલી : અમે તેને કહ્યું હતું કે ગાડી ધીમી ચલાવ પણ તે…….

2 Min Read
  • અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. પોલીસ પૂછપરછમાં યુવતી પોપટની જેમ પટપટ બધુ બોલી ગઈ.

અમદાવાદમાં ગુરુવારની મધરાતે ૧૬૦ની સ્પીડે ભાગતી જેગુઆરે અકસ્માત નોતર્યો હતો. કાફેમાં વોફલ્સ ખાઈને મોજમાં નીકળેલા તથ્યએ મધરાતે ૯ લોકોને ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા. જેમાં વૈભવી પરિવારનો નબીરો તથ્ય પટેલ ઝડપાયો હતો. પરંતું ગાડીમાં બેઠેલા તેના મિત્રો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા હતા.

ટોળાએ તથ્ય પટેલને ઢોર માર માર્યો હતો. પરંતુ બાદમાં તમામ પકડાઈ ગયા હતા. આખરે એ રાતે શું બન્યું અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. પોલીસ પૂછપરછમાં યુવતી પોપટની જેમ પટપટ બધુ બોલી ગઈ. બધા મિત્રો વોફલ્સ ખાવા ગયા હતા.

તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ગઈકાલે પણ અગાઉની જેમ જ ૬ લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં.

તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી. બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ.

પરંતુ તે કઈ સમજવી રહ્યો ન હતો અને કારની સ્પીડ વધતી વધતી ૧૦૦થી આગળ વધી ગઈ. એને ધડાક લઈને કારનો અકસ્માત થયો હતો. કારનો અકસ્માત થયા બાદ લોકો બૂમો પાડી રહ્યા હતા. ત્યારે કોઈ અમને ત્યાંથી બહાર કાઢીને લઈ ગયું હતું. ત્યાર બાદ શું થયું મને કશું ખબર નથી?

આ પણ વાંચો :-

 

 

 

 

Share This Article