Saturday, Sep 13, 2025

સૌરાષ્ટ્રમાં સૌથી મોટી આફત : પૂરમાં તણાતા ૮ ના મોત, આજે ભાવનગર-વલસાડ હાઈએલર્ટ પર

2 Min Read
  • આખું સૌરાષ્ટ્ર પૂરના પાણીથી વેરવિખેર થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાયા છે. ચારેતરફ પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. આ કારણે ટ્રેન અને બસ વ્યવહાર પણ ખોરવાયો છે. સૌરાષ્ટ્ર જતી અનેક રુટની ટ્રેનો થંભાવી દેવાઈ છે. સતત પડી રહેલા વરસાદથી જુનાગઢ, પોરબંદરના ઘેડ પંથક જળબંબાકાર થયા છે.

ગુજરાતમાં અતિભારે વરસાદને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે. જુનાગઢ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. શુક્રવારે ભારે વરસાદથી આવેલા પૂરમાં તણાતા ૮ લોકોના મોત નિપજ્યા છે. આ તમામ લોકોની હાલ પૂરના પાણીમાં શોધખોળ ચાલુ છે.

હવામાન વિભાગના આંકડા અનુસાર, શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં સાંજે ચાર કલાક દરમિયાન ૧૦ ઈંચ અને ધરમપુરમાં ૪ ઈંચ ખાબક્યો હતો. તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખંભાળિયામાં સવારે બે કલાક દરમિયાન ૫ ઈંચ સુધી ખાબક્યોહ તો. તો વિસાવદરમાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ કારણે સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવ્યુ છે. પૂરના પાણી શહેરો, ગામડાઓમાં ધસી આવ્યા છે. જેને કારણે જાનહાનિ જોવા મળી રહી છે.

આખું સૌરાષ્ટ્ર પૂરના પાણીથી વેરવિખેર થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાયા છે. ચારેતરફ પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. આ કારણે ટ્રેન અને બસ વ્યવહાર પણ ખોરવાયો છે. સૌરાષ્ટ્ર જતી અનેક રુટની ટ્રેનો થંભાવી દેવાઈ છે. સતત પડી રહેલા વરસાદથી જુનાગઢ, પોરબંદરના ઘેડ પંથક જળબંબાકાર થયા છે.

આ પણ વાંચો :-

Share This Article