Saturday, Sep 13, 2025

OYO, BMW, Vodafone શું તમે આ વારંવાર વપરાતા શબ્દોના Full Forms જાણો છો ?

2 Min Read

OYO, BMW, Vodafone 

  • Full Forms : જ્ઞાનમાં વધારો કરવા આજે અમે એવા શબ્દોના ફૂલ ફોર્મ લઈને આવ્યા છીએ. જે તમે ઘણી વાર તમે સાંભળ્યા હશે અથવા તમે તેનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેનું Full Form શું છે.

આપણે રોજિંદા જીવનમાં ઘણા શબ્દોના શોર્ટ ફોર્મનો ઉપયોગ કરીએ છીએ. કેટલીકવાર આ શબ્દો તેમના શોર્ટ ફોર્મથી જ લોકપ્રિય બને છે અને કેટલીકવાર એવું બને છે કે લોકોને તેનું ફૂલ ફોર્મ (Full Forms) ખબર જ હોતું નથી. આવો જાણીએ ક્યા છે આ શબ્દો…

BMW – બીએમડબ્લ્યુ  :

BMW કાર વિશે કોણ નથી જાણતું. ઘણા લોકો એક દિવસ આ કારની માલિકીનું સ્વપ્ન ધરાવે છે. જો કે, ઘણા લોકો તેનું પૂરું નામ પણ જાણતા નથી. તમને જણાવી દઈએ કે BMW જર્મનીની એક એવી ઓટોમોબાઈલ કંપની છે, જેના વાહનો દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ લક્ઝરી કાર ઉત્પાદક BMWનું પૂરું નામ Bavarian Motor Works છે. આ કંપનીના સ્થાપક કાર્લ રેપ છે. જેમણે વર્ષ 1916માં તેનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં કંપનીનું નામ રેપ મોટર વર્ક્સ હતું.

JCB – જેસીબી મશીન :

દરેક વ્યક્તિએ આ મશીન જોયું છે જે લોકોને સખત મહેનતથી ઘણી હદ સુધી બચાવે છે. આ એક્સેવેટર જેટલું લોકપ્રિય બીજું કોઈ મશીન નથી. પરંતુ તમને જણાવી દઈએ કે જેસીબી આ મશીનનું નામ નથી. પરંતુ કંપનીના માલિકનું નામ છે. આ મશીનનું નામ Backhoe Loader છે. પરંતુ લોકો તેને બેકહો લોડરના નામથી ઓળખતા નથી. જેસીબીનું ફૂલ ફોર્મ જોસેફ સિરિલ બેમફોર્ડ (Joseph Cyril Bamford) છે. આ મશીનના ઉત્પાદકનું નામ એસ્કોર્ટ્સ જેસીબી લિમિટેડ છે.

OYO – ઓયો :

હોટેલ બુકિંગ સાઇટ ઓયોનું નામ પહેલા કંઈક બીજું હતું. વાસ્તવમાં શરૂઆતમાં તેના સ્થાપક અને માલિક રિતેશ અગ્રવાલે તેનું નામ ‘ઓરાવલ‘ રાખ્યું હતું. પછી વર્ષ 2013 માં તેણે તેનું નામ બદલીને OYO રૂમ્સ રાખ્યું. જેનું ફૂલ ફોર્મ ઓન યોર ઓન (On Your Own) છે.

આ પણ વાંચો :-

Share This Article