Friday, Oct 24, 2025

ચીકીની પ્રસાદી ખરેખર કોના ખિસ્સામાં જઈ રહી છે, ઋષિકેશે ફેરવી તોળ્યું તો નીતિન પટેલની એન્ટ્રી

3 Min Read
Whose pocket is really going to Chiki
  • Ambaji Temple Mohanthal Controversy : અંબાજી (Ambaji Temple) પરિસરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં આ પ્રસાદ બનાવવા માટે સંકળાયેલી ૩૦૦થી વધુ મહિલાઓની રોજગારી છીનવાઈ ગઈ છે. દર વર્ષે મોહનથાળના (Mohanthal) બે કરોડથી વધુ પેકેટ વેચાતા હતા અને મંદિર ટ્રસ્ટને ૨૦ કરોડની આવક થતી હતી.

કોના ફાયદા માટે ચીકીનો પ્રસાદ આવશે :

ગુજરાતમાં અંબાજી મંદિરનો (Ambaji Temple) મોહનથાળ હાલમાં ટોક ઓફ ધી ટાઉન છે. અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદ બંધ કરીને ફરજિયાત રીતે ચિક્કીનો (Chikki) પ્રસાદ શરૂ કરાયો છે. આ ચીકી માત્ર ૮થી ૧૦ રૂપિયામાં પડતર કિંમતની હોવા છત્તા શ્રધ્ધાળુઓ પાસેથી ૨૫ રૂપિયાની ઉઘાડી લૂંટ થઈ રહી છે. આ મુદ્દો ચારેકોર ગાજી રહ્યો છે. લોકો આક્રોશ સાથે કહે છે કે, મા અંબાને વર્ષોથી જે મોહનથાળનો પ્રસાદ ચઢાવાય છે એ પ્રસાદનું ઘણુ જ મહત્વ છે.

અમારી આસ્થા જોડાયેલી છે. અમે લોકોએ કે અન્ય કોઈએ પણ પ્રસાદી બદલવાની માગણી કરી નહોતી. આમ છતાં મોહનથાળને બંધ કરીને ચિક્કીનો પ્રસાદ ચાલુ કરીને પ્રસાદીનું પણ વ્યાપારીકરણ કરાઈ રહ્યું છે. લોકોની લાગણી વચ્ચે વાત એવી વહેતી થઈ છે કે કોઈ મંત્રી કે નેતાના નજીકના વ્યક્તિને ફાયદો કરાવવા ચીક્કીનો પ્રસાદ લવાયો છે.

નીતિન પટેલે એમ કહ્યુ કે, આ મામલો શ્રધ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે. પરંતુ મને આશા છે કે સરકાર કોઇ યોગ્ય સમાધાન કાઢશે. નીતિન પટેલના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સરકારે તો જાહેર કરી દીધું છે પછી નીતિન પટેલ સમાધાનની વાત કેમ કરી રહ્યા છે? નીતિન પટેલના આ નિવેદનને કારણે ભાજપના કેટલાંક નેતાઓમાં ખુશી જોવા મળી છે. કારણકે તેઓનું માનવું છે કે અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને કારણે ભાજપને નુકશાન થઈરહ્યું છે.

‘ચીક્કીનો પ્રસાદ જ ચાલશે’ કહેનાર ઋષિકેશે ફેરવી તોળ્યું :

મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો પણ રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા છે તો બીજી તરફ અગાઉ ચિક્કીના વખાણ કરનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું છે. અગાઉના નિવેદનમાં ચિક્કીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.

આ પણ વાંચો :-

 

Share This Article