Thursday, Dec 11, 2025

તેલંગાણામાં બે ટોચના કમાન્ડર સહિત 8 નક્સલીઓનું આત્મસમર્પણ

1 Min Read

માઓવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેલંગાણા રાજ્ય સમિતિમાં સક્રિય બે ટોચના માઓવાદી નેતાઓ સહિત આઠ નકસલીઓએ વારંગલ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે. જોકે સત્તાવાર પોલીસ પુષ્ટિ હજુ બાકી છે.

મળતી માહિતી મુજબ, તમામ નકસલીઓએ બે દિવસ પહેલાં ગુપ્ત રીતે આત્મસમર્પણ કર્યું હતું અને સોમવારે તેની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. આત્મસમર્પણ કરનારાઓમાં સૌથી મહત્વપૂર્ણ નામ કોય્યાદી સંબૈયા ઉર્ફે આઝાદનું છે, જે બીકેએસઆર ડિવિઝન કમિટી સેક્રેટરી તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. આઝાદ દાયકાઓથી માઓવાદી સંગઠનમાં વ્યૂહરચનાના મુખ્ય સ્તંભ તરીકે ઓળખાતા હતા. ટેકનિકલ ટીમના ઇન્ચાર્જ અબ્બાસ નારાયણ ઉર્ફે રમેશનું નામ પણ આ યાદીમાં સમાવેશ થાય છે, જે લાંબા સમયથી રામાગુંડમ વિસ્તારમાં સક્રિય હતા.

તેલંગાણા રાજ્ય સમિતિના અગ્રણી નક્સલવાદી નેતા આઝાદ અને દામોદર વચ્ચેના સંઘર્ષ અને આંતરિક મતભેદોને પણ આ શરણાગતિ માટે મુખ્ય કારણો માનવામાં આવે છે. આઝાદ મુલુગુ જિલ્લાના મોદુલાગુડેમ ગામના વતની છે અને રાજ્ય સમિતિમાં તેમની મજબૂત પકડ હતી. જો સત્તાવાર રીતે પુષ્ટિ થાય છે, તો આ શરણાગતિ તેલંગાણા-છત્તીસગઢ સરહદી ક્ષેત્રમાં સક્રિય માઓવાદી નેટવર્ક માટે એક મોટો ફટકો માનવામાં આવશે.

Share This Article