એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટએ ગઈ કાલે ચેન્નઈમાં લૉટરી-કિંગના નામે જાણીતા સેન્ટિયાગો માર્ટિનની ઑફિસ અને ઘરેથી કુલ 8.8 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. મદ્રાસ હાઈ કોર્ટે લૉટરી-કિંગ સામે ઍક્શન લેવાની મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. EDએ માર્ટિન અને તેના જમાઈ આધવ અર્જુન સાથે સંકળાયેલી વીસ જગ્યાએ રેઇડ પાડી હતી. એમાં તામિલનાડુ ઉપરાંત હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળની ઑફિસનો પણ સમાવેશ હતો. માર્ટિન સામે ગેરકાયદે લૉટરીનું વેચાણ કરવાનો આરોપ છે.
માર્ટિનના વ્યાપાર-સામ્રાજ્ય સામેના વ્યાપક પગલાંના ભાગરૂપે માર્ટિન એના જમાઇ આધવ અર્જુન કોઇમ્બતુર (તમિલનાડુ), ફરીદાબાદ (હરિયાણા), લુધિયાણા (પંજાબ) અને કોલકત્તા (પશ્ચિમ બંગાળ) સ્થિત કૂલ 20 કચેરીઓમાં તપાસ હાથ ધરાઇ છે. સિક્કીમ રાજ્યની લોટરીના કેરળમાં કરાયેલા ઠગાઇભર્યા વેચાણના પગલે સિક્કીમ સરકારને થયેલા 900 કરોડના નુકસાન સાથે સંકળાયેલા માર્ટિન સામેના એક કેસના સંદર્ભે EDએ ગયા વર્ષે માર્ટિનની લગભગ 457 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
આ પણ વાંચો :-