વૈષ્ણોદેવી જતી મિની બસ ટ્રક સાથે અથડાતાં ૭ લોકોના મોત, ૨૫થી વધું ઇજાગ્રસ્ત થયા

Share this story

હરિયાણાના અંબાલામાં ગુરુવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ ની ટક્કર થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ૭ જેટલા લોકોના મોત થયા હતા. આ સિવાય અકસ્માતમાં લગભગ ૨૫ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે, આ ભયાનક માર્ગ અકસ્માત દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર થયો હતો.

haryana-news-7-killed-over-20-injured-in-major-bus-truck-collision-on-the-ambala-delhi-jammu-national-highway-334344

પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશના બુલંદશહરના ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મિની બસ દ્વારા જઈ રહ્યા હતા. અન્ય લોકો કે જેઓ આ અકસ્માતમાંથી બચી ગયા હતા તેઓએ જણાવ્યું હતું કે, તેમની મિની બસની આગળ ચાલી રહેલી ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે મિની બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ ૭ લોકો એક જ પરિવારના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનામાં ઘાયલ ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અકસ્માતમાં ઘાયલ અને મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. મૃતકોની ઓળખ સોનીપતના જખૌલી ગામના રહેવાસી ૫૨ વર્ષીય વિનોદ, ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ગામ કકૌરનો રહેવાસી મનોજ (૪૨), ગુડ્ડી, ગામ હસનપુર રહેવાસી વૃદ્ધ મહેર ચંદ, ગામ કાકૌર રહેવાસી સતબીર (૪૬ વર્ષ) અને ૬ મહિનાની દીપ્તિના રૂપમાં થઇ છે. અન્ય એકની ઓળખ થઈ નથી. ઈજાગ્રસ્તોમાં બુલંદશહરના રહેવાસી રાજીન્દ્ર (૫૦ વર્ષ), કવિતા (૩૭ વર્ષ), વંશ (૧૫ વર્ષ), સુમિત (૨૦ વર્ષ), સોનીપતના જખૌલી ગામનો રહેવાસી સરોજ (૪૦ વર્ષ), દિલ્હીના મગુલપુરી રહેવાસી નવીન (૧૫ વર્ષ), લાલતા પ્રસાદ (૫૦ વર્ષ), મુગલપુરી રહેવાસી અનુરાધા (૪૨ વર્ષ), બુલંદશહરના ટકોર ગામના રહેવાસી શિવાની (૨૩ વર્ષ), આદર્શ (૪ વર્ષ) વહેરેનો સામેલ છે.

આ પણ વાંચો :-