હરિયાણાના કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નહેરમાં કાર ખાબકવાને લીધે કારમાં હાજર મહિલાઓ અને બાળકો મૃત્યુ થયા હતા. કારમાં કુલ 8 લોકો સવાર હોવાની પણ ચર્ચા છે. ઘટનાની જાણ થતાં જ લોકોને અકસ્માતની જાણ થઈ કે સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
માહિતી અનુસાર જેવી જ લોકોને અકસ્માતની જાણ થઈ કે સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે અત્યાર સુધી કારમાં હાજર તમામ લોકો જીવ ગુમાવી ચૂક્યાના અહેવાલ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાડીના નંબરની જાણ થઇ કે મૃતકો ઝઝ્ઝરના રહેવાશી છે.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યાનુસાર, કાર ચાલકની સ્પીડ વધુ હતી અને જેના લીધે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવી દીધો હતો અને કાર નહેરમાં ખાબકી હતી. લોકોએ દોરડા અને અન્ય સાધનો વડે બચાવ કામગીરી શરૂ કરી હતી. કાર નહેરમાંથી બહાર આવી ત્યારે તેમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. કારમાં એક જ પરિવારના 7 લોકો સામેલ હોવાની ચર્ચા છે. મૃતકોમાં અત્યાર સુધી 3 બાળક, ત્રણ મહિલા અને એક ડ્રાઈવર સામેલ છે.
આ પણ વાંચો :-